અમદાવાદઃ રાજ્યમાં ડિસેમ્બરના પ્રથમ દિવસે કોવિડ-19ના નવા 1477 કેસ નોંધાયા હતા.  રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4004 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જ્યારે 1,92,368 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,804 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,11,257 પર પહોંચી છે.

આજે અમદાવાદમાં 311 કેસ નોંધાયા હતા અને 299 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 10 લોકોના કરૂણ મોત થયા હતા. સુરતમાં આજે 214 કેસ નોંધાયા હતાઅને 241 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી તથા 2 લોકોના નિધન થયા હતા.



રાજ્યમાં આજે 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 78,94,467  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.06 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,26,940 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,26,752 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 188 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત

અભય ભારદ્વાજના નિધન પર CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું કહ્યું ?