Coronavirus:રાજ્યમાં કોરોના વિસ્ફોટ, અમદાવાદ-સુરતમાં એક જ દિવસમાં નોંધાયા 100થી વધુ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Mar 2021 08:16 PM (IST)
રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 575 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. આ બે શહેરમાં આજે 100થી વધુ કેસ નોંધાયા છે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 575 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. આ બે શહેરમાં આજે 100થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 127 નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. જ્યારે સુરત શહેરમાં 125 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશમાં આજે 127 નવા કેસ નોંધાયા છે, જ્યારે 111 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સુરત કોર્પોરેશનમાં આજે 125 નવા કેસ નોંધાયા છે, જ્યારે 80 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4415 લોકોના કોરોનાથી મોત થયા છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 14,09,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,41,437 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 45,974 લોકોને રસી આપવામાં આવી છે.