અમદાવાદઃ રાજ્યમાં ફરીથી કોરોનાએ કેર વર્તાવવાનુ શરૂ કર્યુ છે, રાજ્યના ચાર મોટા મહાનગરોમાં તંત્ર એલર્ટ થયુ છે. આ બધાની વચ્ચે કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા માટે અમદાવાદમાં એએમસીની ટીમે મોટી કાર્યવાહી શરૂ કરતા લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. એએમસી ટીમ શહેરના ભૂયંકદેવ વિસ્તારમાં રાત્રીના સમયે કર્ફ્યૂ હોવાના કારણે દુકાનો બંધ કરાવવા ગઇ હતી ત્યારે લોકોના ટોળેએ તેમને ધક્કે ચઢાવી હતી. ભૂયંગદેવ વિસ્તારમાં લોકોએ એએમસીના કર્મચારીઓને સંક્રમણ કેમ વધ્યુ તેવા સવાલો કર્યા હતા, સાથે સાથે ચૂંટણી અને નેતાઓને કોરોના સંક્રમણ નથી નડતુ તેમ કહીને ઘેરી લીધા હતા.
અમદાવાદ શહેરમાં રાત્રીના 9 વાગ્યા સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની સ્થિતિ રહે છે, આવા સમયે એએમસીની સૉલિડ વેસ્ટ ટીમ શહેરના ભૂયંગેદવ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા ગઇ હતી. આ દરમિયાન લોકોના ટોળાએ એએમસીની આ ટીમને ઘેરી લીધી અને સવાલો કરવા લાગ્યા હતા. લોકોઓમાં એટલો બધો રોષ હતો કે તેમને એએમસીના અધિકારીઓને પુછ્યુ કે, ચૂંટણી સમયે સભાઓ, સરઘસો અને મેળવવા કરો છો ત્યારે કોરોના નથી ફેલાતો? તમે નેતાઓને દંડ કેમ નથી કરતા?, સંક્રમણ ફેલાવવાનુ કારણ મેચોમાં ભીડ ભેગી કરવી, અને ચૂંટણી સમયે નીકળેલા મેળવળા છે. તે સમયે કેમ પગલા ના ભરાયા. આવા સવાલાનો જવાબો આપવાનુ એએમસીની ટીમ ટાળ્યુ હતુ અને ચુપ રહી થઇ ગઇ હતી.
જ્યારે રોષે ભરાયેલા લોકોને એબીપી અસ્મિતાએ મત જાણવાનો પ્રયાસ કર્યો તો, તેમને કહ્યું આ લોકોનો આક્રોશ છે, લોકો પાસે પૈસા નથી, ધંધા નથી, એએમસી વાળા રોજ 9 વાગેને બંધ કરાવવા આવી જાય તો ધંધો શું કરવાનો, નેતાઓની દુકાનો તો ચાલુ રહે છે. નેતાઓ બોલાવે ત્યારે કોરોના આવી જાય છે. આ બધા નેતાઓને તાયફાઓ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, આ કારણે રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મહાનાગરો સામેલ છે.