શહેજાદ સૈયદે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘સન્માનનીય ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલા અને સન્માનનીય ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખના એડી ચોટીના જોર લગાવવાને કારણે મારી ખાડિયા વોર્ડની ટિકિટ કાપવામાં આવી. આપ બંનેને એક ચેતવણી સાહેબ આ ફેસ યાદ રાખજો જરૂરથી નડવાનો છે આપ એટલું તો જાણો જ છો કે આપના સાથે અને આપના માટે કંઈક કરી શકીએ છીએ તો પોતાના માટે શું કરીશું!’
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.