અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસનો ચેપ લાગવાથી કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું નિધન થઈ ગયું છે ત્યારે હવે અમદાવાદમાં એક મહિલા કોંગ્રેસ નેતા કોરોનાવાયરસના ચેપનો ભોગ બન્યાં છે. બદરુદ્દીન શેખના નિધનને માંડ બે દિવસ થયા છે ત્યાં પૂર્વ વિસ્તારનાં કોંગ્રેસનાં મહિલા કાઉન્સિલરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસનાં આ મહિલા કાઉન્સિલર બે દિવસથી શારીરિક ગભરામણ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. રવિવારે રાત્રે આ સમસ્યા વધી ગઈ હતી અને ગભરામણ વધી જવાવાથી તેમને SVP હોસ્પિટલમાં ભરતી કરાયાં હતાં. SVP હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ રિપોર્ટ કઢાવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તાત્કાલિક આ મહિલા કાઉન્સિલરને હોસ્પિટલમાં આઈસોલેશ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.
આ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેસ વોર્ડમાં રખાયા હતા. જો કે ખેડાવાલા સારવાર લઈને સાજા થઈ ગયા છે જ્યારે બદરૂદ્દીન શેખનું કોરોનાવાયરસના ચેપના કારણે દુઃખદ નિધન થઈ ગયું હતું.
ગુજરાતમાં કોંગ્રેસનાં મહિલા નેતાનો કોરોના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતાં SVP હોસ્પિટલમાં દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Apr 2020 10:40 AM (IST)
ગુજરાતમાં કોરોનાવાયરસનો ચેપ લાગવાથી કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખનું નિધન થઈ ગયું છે ત્યારે હવે અમદાવાદમાં એક મહિલા કોંગ્રેસ નેતા કોરોનાવાયરસના ચેપનો ભોગ બન્યાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -