અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદનાં અધિકારીઓ કડક નિયમો બનાવી રહ્યાં છે. અમદાવાદ પોલીસે આજે સવારે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, અમદાવાદના જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ બન્ને બ્રિજ પર વાહન વ્યવહાર મારફતે અવર-જવર કરી શકશો નહીં. મહત્વનું છે કે, આ પહેલા નહેરૂ બ્રિજ બાદ ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજને પણ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે.
આ નિર્ણયની સાથે સુભાષબ્રિજ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજનો પણ એક જ રોડ શરૂ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજથી જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે અમદાવાદના જમાલપુરમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી 28 રાજ્યો કરતાં પણ વધારે અમદાવાદના જમાલપુરમાં મોત નિપજ્યાં છે. જમાલપુરમાં 76 લોકોનાં મોત નિપજ્યાં છે.