અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કોરોનાના કેસો દૈનિક 900થી વધુ આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ, કોરોનાના 11,312 એક્ટિવ કેસો છે. તેમજ 13મી જુલાઇથી 19મી જુલાઇ એમ એક જ અઠવાડિયામાં કોરોનાના 6535 કેસો નવા નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધી અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસોમાં સૌથી વધુ છે. જ્યારે એક જ અઠવાડિયામાં 100 લોકોના મોત થયા છે.
જોકે, ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ સારો છે. છેલ્લા એક અઠવાડિયામાં 5684 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, છેલ્લા અઠવાડિયામાં કુલ આવેલા 6535 કેસોમાંથી ડિસ્ચાર્જ અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં માત્ર 751 કેસોનો વધારો નોંધાયો છે. આમ, કોરોનાના કેસો 900ને પાર થયા છે. જોકે, તેની સામે રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ હોવાથી એક્ટિવ કેસોમાં ખૂજ ઓછો વધારો જોવા મળ્યો છે.
Date Case Discharge Death
19-07-2020 ૯૬૫ ૮૭૭ ૨૦
18-07-2020 ૯૬૦ ૧૦૬૧ ૧૯
17-07-2020 ૯૪૯ ૭૭૦ ૧૭
16-07-2020 ૯૧૯ ૮૨૮ ૧૦
15-07-2020 ૯૨૫ ૭૯૧ ૧૦
14-07-2020 ૯૧૫ ૭૪૯ ૧૪
13-07-2020 ૯૦૨ ૬૦૮ ૧૦
Total ૬૫૩૫ ૫૬૮૪ ૧૦૦