અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં મોતની સંખ્યા પણ વધારે છે. દેશમાં મોતની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાત ચોથા નંબરે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 2142 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1547 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં હજુ ત્રણ જિલ્લા એવાં છે, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.
આ ત્રણેય જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના છે. જેમાં ડાંગ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. ડાંગમાં તો હવે એક જ એક્ટિવ કેસ છે. જેથી આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થાય તેવી સંભાવના છે. નર્મદા જિલ્લામાં 29 એક્ટિવ કેસો છે. જ્યારે 102 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે તાપી જિલ્લામાં 22 એક્ટિવ કેસો છે. તેમજ 50 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.