અમદાવાદ : જમાલપુર ખાડીયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના સામેનો જંગ જીત્યો છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના બે વાર કોરોના વાયરસના રિપોર્ટ કરાવતા બંને વખત રિપોર્ટ નેગિટિવ આવ્યા છે. આવતીકાલે તેમને એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને સવારે 11 કલાકે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. ઈમરાન ખેડાવાલાએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્યને SVP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લી ઘડી સુધી ઈમરાન ખેડાવાલા સક્રિય રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા છેલ્લા ધણા દિવસોથી લોકોમાં જાગૃતતા લાવવા રિક્ષામાં ફરી અને લાઈડ સ્પીકર પર લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા હતા.