અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. આ દરમિયાન કોરોનાની સારવારમાં અકસીર ગણાતા રેમડેસિવિર ઈંજેક્શનની (Remdesivir Injection) માંગ વધી ગઈ છે. ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.
રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.
ભારતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન 3થી 4 લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતને માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા છે. ગુજરાતમાં ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે.
માર્કેટમાં રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર રોકવા સરકારે ચાર દિવસ પહેલા અમદાવાદની ત્રણ મોટી હોસ્પિટલોમાં ઈન્જેક્શનનો જથ્થો પહોંચાડવાનો દાવો કર્યો હતો. જોકે અસારવા સિવિલ અને સોલા સિવિલમાં હજુ જથ્થો આવ્યો નથી. જેથી દર્દીના સગાએ ઊંચી કિંમતે બજારમાંથી ખરીદવા પડે છે.
શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.
કોરોનાની બીજી લહેર બની બેકાબૂ, 24 કલાકમાં નોંધાયા એક લાખ 45 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસ 10 લાખને પાર
Gujarat Lockdown: ગુજરાતમાં કઈ જગ્યાએ શું છે બંધ, જાણો એક ક્લિકમાં....