skin care:આપની પગની એડીમાં ચીરા રહેતા હોય તો તેનો અર્થ છે કે, આપના શરીરમાં વિટામિન સી, વિટામીન બી-3 અને વિટામીન એની કમી છે. આ  સિવાય હોર્મોનલ અંસુતલના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આપ ઘર પર ફાટેલી એડીનો ઇલાજ કરી શકો છો.


કેટલાક લોકોને ફાટેલી એડીની સમસ્યા માત્ર શિયાળામાં જ રહે છે. જ્યારે કેટલાક લોકોને આ સમસ્યા કાયમ રહે છે., આ સમસ્યા માટે સ્કિન કેર પ્રત્યે બેકાળજી પણ જવાબદાર છે. સ્કિન વધુ ડ્રાય થવાના કારણે ફાટી જાય છે. 


ડોક્ટરના મત મુજબ સ્કિન ડ્રાય થઇ જતાં તેમાં ક્રેક થવા લાગે છે. ડ્રાય સ્કિનમાં ફિશર ઊંડા ચીરા પડી જાય છે. . જે આસપારની સ્કિનમાં ફેલાઇ જાય છે.આપના શરીરમાં વિટામિન સી, વિટામીન બી-3 અને વિટામીન એની કમી છે. આ  સિવાય હોર્મોનલ અંસુતલના કારણે પણ આ સમસ્યા થઇ શકે છે.આપની ત્વચા માટે આવિટામીન ખૂબ જ જરૂરી છે. તેનાથી કોલેજનનું ઉત્પાદન વધે છે અને સ્કિનને પ્રોટેકશન મળે છે. 


કેટલીક વખત સ્કિનમાં ડ્રાયનેસ ઓમેગા-3 ફેટી એસિડ, ખનીજ, જિંકની કમીના કારણે પણ સ્કિન ડ્રાય થતાં આ સમસ્યા થાય છે.હોર્મોન્સ અસંતુલન પણ આ સમસ્યા માટે જવાબદાર છે. આ સમસ્યા લાંબા સમય રહે તો ક્રેકમાંથી બ્લડ નીકળે છે. 


જો ગંદકીને કારણે આ સ્થિતિ થતી હોય તો તેને પહેલા રગડીને સારી રીતે સાફ કરો. ડેડસ્કિનને દૂર કરો અને ત્યાર બાદ ક્રિમ લગાવીને તેનો ઇલાજ કરો. આપ કોઇપણ પ્રકારના હિલ બામનો ઉપયોગ કરી શકો છો, જે મોશ્ચરરાઇઝર અને એક્સફોલીએટ માટે બનેલ હોય છે. 


પગને 20 મિનિટ સુધી હુફાળા પાણીમાં ડુબાડી રાખો ત્યારબાદ પ્યૂમિક સ્ટોનથી પગની એડીને સાફ કરો. ડાયટમાં જિંકયુક્ત ફૂડને સામેલ કરવાથી ડેમેજ સ્કિનને રિપેર થવામાં મદદ મળે છે. વિટામિનની પૂર્તિ માટે ડાયટમાં સીડસ અને નટસને સામેલ કરો. 


સ્કિનની ડ્રાયનેસને ઓછી કરવા માટે વિટામિન સીયુક્ત ફૂડ લો. તેના એસ્કોર્બિક એસિડ ટ્રાન્સ એપિડર્મલ પાણીના નુકસાન પર અસર કરે છે. ડાયટમાં થોડા ખાટાં ફળને અવશ્ય સામેલ કરો. સ્કિનને હેલ્થી રાખવા માટે સોથી પહેલી શરત છેચ સ્કિનને મોશ્ચર રાખવી આ માટે પુરતા પ્રમણમાં પાણી પીવું જરૂરી છે. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું આવશ્યક છે. તેનાથી સ્કિન મોશ્ચર રહે છે અને ક્રેક, કરચલીની સમસ્યાથી બચી શકાય છે. સ્કિન માટે હેલ્થી ફૂડ પણ જરૂરી થે. આ ટ ફળો અને સલાડનો ભરપૂર પ્રમાણમાં સેવન કરો.સ્પાઇસી અને તળેલા ફૂડ, જંકફૂડને અવોઇડ કરીને ગ્રીન વેજીટેબલ, સલાડ, ફળોને ડાયટમાં સામલે કરવાથી સ્કિની સુંદરતાને જાળવી શકાય છે.