Crime: અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે બધાની વચ્ચે સ્ટેટ મૉનિટરિંગ સેલે તરખાટ મચાવ્યો છે. પોલીસ ઉંઘતી રહી હોય અને સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડા પાડીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હોય એવી ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડા પાડીને સાડા છ લાખથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા, મહાજનૈયા વાસમાં અચાનક દરોડાના કાર્યવાહી હાથ ધરાઇ હતી, આ કાર્યવાહી સ્થાનિક પોલીસે નહીં પરંતુ મૉનિટરિંગ સેલે કરી હતી, આ મૉનિટરિંગસેલે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાજનૈયા વાસ, નરોડા પાટિયા પાસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 34 લીટર દેશી દારૂ સહિત વિદેશી દારૂના 2882 ટીન અને બૉટલો જપ્ત કરી હતી, આમાં કુલ 6 લાખ 78 હજારનો મુદ્દામાલ સ્ટેટ મૉનિટરિંગ સેલે કબજો લીધો હતો. આ ઉપરાંત 14 જેટલા આરોપીઓની સંડોવણી પણ બહાર આવી હતી. 


 આરોપીને પીએસ - 14ને સોંપવામાં આવ્યો
 (1) ભરતભાઈ જગદીશભાઈ કુતિયાણા રહે ઠક્કર નગર
 (2) મનોજભાઈ રમેશભાઈ ગીડવાણી રહે કૃષ્ણ નગર
 (3) રમણીકભાઈ શ્યામજીભાઈ સુરાણી રહે નિકોલ 
 (4) રાહુલ અંબાલાલ સોલંકી રહે કલાપી નગર
 (5) કાર્તિકભાઈ હરજીવનભાઈ સાગર રહે નવા નરોડા
 (6) કૌશિકભાઈ મનસુખભાઈ પટેલ રહે નિકોલ
 (7) અનિલભાઈ દશરથભાઈ સોલંકી રહે નરોડા
 (8) ભરતભાઈ હિંમતભાઈ ગોહિલ રહે વિરાટનગર
 (9) ચિરાગભાઈ સુરેન્દ્રભાઈ સિસોદીયા રહે નરોડા
 (10) આનંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા રહે મેઘાણી નગર
 (11) શહાબુદ્દીન નાનાખાન પઠાણ રહે નરોડા
 (12) વિજય પ્રેમચંદ હોટવાણી રહે સેજપુર બોઘા (13) સચિન મનીષભાઈ માચરેકર રહે નરોડા
 (14) વિકી પ્રેમચંદ હોટવાણી રહે નરોડા.


 આરોપી વોન્ટેડ:
 (1) પદ્મ નિરજભાઈ રાઠોડ
 (2) માનવ નિરજભાઈ રાઠોડ
 (3) આનંદચંદભાઈ રાઠોડ
 (4) મયુર છબદુભાઈ રાઠોડ
 (5) આનંદભાઈ રાઠોડ સાથે રક્ષાબેન 
 (6) આરોપી નં.ને IMFL બોટલના સપ્લાયર.  1 અને 2
 (7) રાજુ સુરેશભાઈ સિંધી
 (8) વિજુ સુરેશભાઈ સિંધી
 (9) સાહિલ આનંદભાઈ રાઠોડ
 (10) લીલા મહેશ 
 (11) સારિકા મહેશ 
 (12) દેશી દારુ સપ્લાયર


અમદાવાદમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા


અમદાવાદના મેઘાણીનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારામાં ચકચાર મચી ગઇ છે. અમરાજી નગરની ચાલીની ત્રણ નંબરની શેરીમાં આ ઘટના બની હતી. હુમલાખોરે માથા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ  હાથ ધરી છે. મળતી માહિતી મુજબ લલ્લા ભાદરિયા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રના જણાવ્યાં મુજબ મૃતક અગાઉ લૂંટ, ચોરી, મારામારી સહિતના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ઘટના બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. 


તો બીજી તરફ સુરતમાં પણ રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. શહેરના તાડવાડી વેલકમ ટાવર પાસે અજાણ્યા ઈસમો વચ્ચે મારામારીની ઘટના બની હતી.  જેમાં ભુરિયા માલાભાઈ નટ નામના વ્યક્તિને લાકડાના ફટકા વડે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.  ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન ભુરિયાભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનામંા  પોલીસે ત્રણ આરોપીની ધરપકડ  કરી છે. સુરત શહેરના રાંદેરના તાડવાડી વિસ્તારમાં ભુરિયા માલાભાઈ નામના  યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. અંદરોઅંદરની  મારામારીમાં આ હત્યાની ઘટના બની હોવાની સામે આવ્યુ છે. આ અંગે જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો  હતો. સમગ્ર  ઘટનાને લઈને રાંદેર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.