અમદાવાદમાં આયકર વિભાગે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. કલ્પતરુ અને JMC ગ્રુપ પર આયકર વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે શુક્રવારે કથિત કરચોરીને લઈને કલ્પતરુ ગ્રુપની અલગ અલગ ઓફિસો પર દરોડા પાડ્યા હતા. ચાર રાજ્યોમાં લગભગ 30 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, ટેક્સ વિભાગે કલ્પતરુ ગ્રુપના સ્થાપક મોફતરાજ મુનોત અને એમડી પરાગ મુનોતના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.


ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત, મુંબઈ, દિલ્લી સહિત 40 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંન્ને ગ્રુપ રેલવે, રોડ સહિતના કામમાં મોટું નામ ધરાવે છે.


ઇન્કમટેકસ વિભાગની અલગ અલગ ટીમોએ દેશભરની અલગ અલગ ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમદાવાદ સહિત રાજ્યની અન્ય 3 ઓફિસમાં પણ ઇન્કમેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. ગુજરાત સહિત મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાનમાં કુલ 40 સ્થળો પર તપાસ ચાલી રહી છે. કલ્પતરુ અને JMC ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે.


ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજકોટમાં પણ ઇન્કમટેક્સ વિભાગે રાજકોટના જાણીતા જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે.  32 જેટલા સ્થળોએ તપાસ કરાઇ હતી. ઉપરાંત અનેક મિલકત સંબંધી ફાઇલો પણ મળી આવી હતી. તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી. 

રાજકોટમાં આ IT વિભાગ દ્વારા પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન છે. અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રાજકોટના શિલ્પા જવેલર્સ, રાધિકા જ્વેલર્સ અને જેપી જ્વેલર્સને ત્યાંથી મોટા પ્રમાણમાં હિસાબી વ્યવહારો મળ્યા છે . રાજકોટના ત્રણેય નામી જ્વેલર્સ અને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. રાજકોટના મોટા માથા ગણાતા શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં કાર્યવાહી કરાઇ હતી. કુલ 200 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ કરાઇ હતી.