અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડામાં એક જીમમાં ટ્રેનરે મહિલાની છેડતી કર્યા ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલ પાસે આવેલ સરજુ એરેના કોમ્પલેક્ષમાં આવેલા MAF જીમના ટ્રેનરે મહિલાની છેડતી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. MAF જીમના નિલેશ મહેન્દ્ર ચૌહાણ નામના ટ્રેનર સામે મહિલાની છેડતી કર્યાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવી હતી.


ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી જીમ ટ્રેનર મહિલાને લિફ્ટમાં આવતા જતા અડપલા કરતો હતો. એટલું જ નહી જીમમાં કસરત કરતા સમયે મહિલા સામે વારંવાર જોયા કરતો હતો. તે સિવાય ટ્રેનરે મહિલા પાસે કપડાં વિનાના ફોટાની માંગણી કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


Ahmedabad: પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ


અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક વખત પાણીજન્ય રોગચાળો વકર્યો છે.  મેં મહિનામાં ઝાડા ઉલ્ટીના 351 કેસ, ટાઇફોઇડના 181 કેસ અને કમળાના 66 કેસ મેં મહિનામાં નોંધાયા છે.  અમદાવાદ જ્યા ઉનાળાની ગરમી સાથે પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાના કેસ પણ વધ્યા છે. અમદાવાદના મધ્યઝોનમાં પ્રદુષિત પાણીના કારણે રોગચાળો વકર્યો જેમાં ગોમતીપુર, લાંભા, રખિયાલ, વસ્ત્રાલ, જમાલપુર ખાડીયા, દરિયાપુર વિસ્તારમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સામે આવી છે.


ગરમીના કારણે ગત સપ્તાહની સરખામણીએ કેસમાં ઘટાડો નોંધાયો છે પણ તેમાં પણ આંકડા ઉપર નજર કરીએ તો 64 કેસ માથાના દુખાવાના અને 429 કેસ તાવ આવવાના કેસ તંત્રને ગરમીને લગતા મળ્યા છે. ચોમાસાનુ આગમન આગામી સમયમાં થનાર છે જેના ભાગરૂપ AMC અંતર્ગત આવતી તમામ કચેરીઓમાં ચકાસણી શરૂ કરવામાં આવશે. વરસાદ અગાઉ ભોંયરૂ,ધાબુ અને મુખ્ય કચેરીઓમાં વરસાદને અનુલક્ષીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. AMC એ પાણીજન્ય રોગચાળાને નાથવા માટે  એક મહિનામાં 3500 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. છેલ્લા ત્રણ માસમાં પ્રતિ માસ 65 થી 70 નમૂના ફેઈલ થયા હોવાની સ્થિતિ છે.


રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સામે આવ્યા મોટા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો કર્યો વધારો


રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે.  રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 01-07- 2022થી 4 ટકા અને તારીખ 01-01-2023થી 4 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. 


ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.  આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે