અમદાવાદઃ શહેરના ચાણક્યપુરીમાં વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની તલવારના ઘા મારીને હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની કૌટુંબિક બનેવી અનિશ પાંડેએ તેના સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થતાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અંગત અદાવતમાં મર્ડર થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
બંનેને કોઈ બાબતે અગાઉ ઝઘડો થયો હતો. જે બાબતે સમાધાન કરવા રાતે 2 વાગ્યે મળ્યા હતા. જોકે, વાત વણસતા અનિશ પાંડે ત્યાંથી નીકળી ગયો હતો. તેમજ વહેલી સવારે અનિશે સાગરીતો સાથે મળીને ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘાથી હત્યા કરી નાંખી હતી.
ઘટનાની જાણ સોલા પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી લીધી, જ્યારે બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.
અમદાવાદઃ વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની તલવારના ઘા મારીને હત્યા, બનેવીએ કેમ કરી નાંખી સાળાની હત્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Dec 2020 11:19 AM (IST)
બંનેને કોઈ બાબતે અગાઉ ઝઘડો થયો હતો. જે બાબતે સમાધાન કરવા રાતે 2 વાગ્યે મળ્યા હતા. જોકે, વાત વણસતા અનિશ પાંડે ત્યાંથી નીકળી ગયો હતો. તેમજ વહેલી સવારે અનિશે સાગરીતો સાથે મળીને ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘાથી હત્યા કરી નાંખી હતી.
કુખ્યાત પ્રદીપ માયાની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -