જો કે હવે અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માસ્ક નહી પહેરનાર સામેના કેસ, આરોગ્ય વિભાગની કામગીરીને કારણે તંત્રને કારોનાને કાબુમાં લેવામાં નોંધપાત્ર સફળતા મળી છે અને હવે દરરોજ નોંધવામાં આવેલા કેસની સંખ્યા 266 પર પહોંચી છે. ત્યારે શુક્વારે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનને હટાવવા માટેની મીંટીગ મળી હતી. જેમાં હાલ અસ્તિત્વમાં રહેલા 154 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન પૈકીના 36 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનને હટાવવામાં આવ્યા હતા.
જેમાં જોધપુરમાં આવેલા રાજેશ્રી ટાવરના બ્લોક નંબર એ અને બ્લોક નંબર 9, યોગેશ્વર સોસાયટી ઠક્કરબાપાનગર, ભાગ્યોદય સોસાયટી કુબેરનગર, દેવનંદન પાર્ક નિકોલ, ગુર્જર ભવન, નિકોલ, કલસ એવન્યુ,સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આમ, લાંબા સમય બાદ એકપણ માઇક્રો કન્ટેન્મેઇન્ટ ઝોન મુકવામાં નથી આવ્યો. અમદાવાદમાં કોરોના સંક્રમણને લઈ રાહતના સમાચાર છે.