કર્ફ્યૂ દરમિયાન માત્ર મહિલાઓને જ આવશ્યક વસ્તુઓ લેવા માટે બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મહિલાઓને 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધી કુલ 351 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી આ વાયરસના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા હોટ સ્પોટ વિસ્તારોમાં વધી રહી છે. ઇમરાન ખેડાવાલાના જમાલપુર મતવિસ્તાર, ગ્યાસુદિન શેખના દરિયપુર મતવિસ્તાર અને શૈલેષ પરમારના દાણીલીમડા બેઠકના મતવિસ્તારમાં મહત્તમ હોટ સ્પોટ આવે છે. આ ત્રણેય મતવિસ્તારમાં કોરોના કાળ બની ત્રાટક્યો છે ત્યારે તેને નાથવા માટે શું કરવું તેની ચર્ચા કરવા માટે રૂપાણીએ તેમને બોલાવ્યા હતા. તેમની સંમતિ પછી તેમના વિસ્તારોમા કરફ્યુ લાદી દેવાયો છે.