અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 351 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 13 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે આજે જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા દેશમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરાઈ છે. પીએમ મોદીએ આજે 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો.