Ahmedabad News: અમદાવાદનું વધુ એક રેસ્ટોરન્ટ સામે ગ્રાહકે ફરિયાદ કરી છે. અહીં અમદાવાદના  ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોકા કેફેમાં ગ્રાહકને ખૂબ જ કડવો અનુભવ થયો. મોકા કેફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર પીરસવામાં આવતાં ગ્રાહકે આ બાબતે ફરિયાદ કરી હતી. જો કે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા મેનેજરે આ બાબતે માફી માંગી છે અને સમગ્ર મામલે તપાસ ઘરી હોવાનો ખુલાસો કર્યો છે. સ્ટાફમાં નવા કર્મચારીથી ભૂલ થયાનો મેનેજરે સ્વીકાર કર્યો હતો.

Continues below advertisement


આ કાફમાં ત્ચારે હોબાળો મચી ગયો જ્યારે વેજેટેરિયન ગ્રાહકને વેજના બદલે નોન વેજ બર્ગર પિરસવામાં આવ્યું. ગ્રાહકને કેફેમાં આવો કડવો અનુભવ થતાં તેમણએ એએમસીમાં આ રેસ્ટોરન્ટ સામે ફરિયાદ નોંધાવી છે. હિન્દુ પરિવારને વેજનને બગલે નોનવેજ પીરસાતા મામલો વધુ ગરમાયો છે. જો કે સમગ્ર મામલે રેસ્ટોરન્ટના મેનેજરે ભૂલ સ્વીકારી છે.                                                                                                                                                                  


આ પહેલા પણ ઓનલાઇન ડિલિવરીમાં પણ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જેમાં ગ્રાહકે વેજ ફૂડ મંગાવ્યું હતું પરંતું રેસ્ટોરન્ટથી વેજના બદલે નોનવેજ ફૂડ આવી ગયું હતું. જેને લઇને ગ્રાહકે ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે એમએમસી રેસ્ટોરન્ટ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.