હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 અને 7 તારીખે વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘મહા’ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. ભારે પવનના કારણે માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત છે. કચ્છમાં જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી છે. જખૌ બંદર પરથઈ 984 બોટને ટોકન અપાયા હતા. જેમાંથી 584 બોટ કિનારે પરત ફરી છે પરંતુ હતુ 400 બોટ હજુ દરિયામાં છે.