અમદાવાદ: ગુજરાતના માથે સંભવતિ વાવાઝોડા તૌકતે (Cyclone Tauktae)નો ખતરો તોળાઈ રહ્યો છે. તેની અસર રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ સાથે ભારે પવન ફૂકાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad)માં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ  શહેરના નારણપુરા, શાહપુર, પ્રહલાદનગર અને વાસણા વિસ્તારમાં પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, આજે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે અમદાવાદમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોધપુર,બાપુનગર, વેજલપુર, આંબલી, ઈસ્કોન, ઘોડાસર, મણિનગરમાં વરસાદી પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. છોટા ઉદેપુરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રે 3 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.





ગુજરાતમાં તૌકતે વાવાઝોડા9 (Cyclone Tauktae)ને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. 18મેની સવારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.  વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


આઇએમડીએ કહ્યું- ગુજરાત અને દમન દીવ માટે યેલો એલર્ટ જાહેર કરી દીધુ છે. 18 મે સુધી પવનની ગતિ 150-160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાના આસાર છે, જ્યારે થોડાક સમય માટે હવાની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. 






 વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.