અમદાવાદ: ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડું ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. દરેક લોકોને એ જાણવાની ઉત્સાહ છે કે ક્યારે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાશે.

windy.comના પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતમાં સૌપ્રથમ 13 જૂનના રોજ વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યા સુધીમાં તો 165 કિલોમીટરની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ટકરાશે તેવું લાગી રહ્યું છે.

ત્યાર બાદ સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળિયામાં ત્રાટકશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે.

આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.