અમદાવાદ: અમદાવાદ કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવા આવી છે તેવા આરોપો લાગી રહ્યા છે.  અમદાવાદ શહેર કોંગ્રેસ નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યનકરોને પત્ર લખી માફી માંગી છે.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના દિવસોમાં યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. અંતિમ ઘડીએ નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઇ જતા નિરીક્ષકે અનેક સવાલ ઊઠાવ્યા છે.



રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હાલાદવલાની નીતિ અપનાવી ટિકીટ આપી હોવાનો આરોપ લાગી રહ્યો છે. તેવામાં હવે ખુદ કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધતો પત્ર લખ્યો છે. જેમાં તેમને ઉમેદવારો અને કાર્યકરોની પત્રમાં માફી માંગી છે અને કહ્યું કે પસંદગી ધોરણોનો અમલ કરવાની આવશ્યકતા અંગે સાથીદારોનો સહમત કરાવી શક્યો નહીં. કોઈની નારાજગી કે અસંતોષ હોય તો તેમની માફી માગું છું.



દિપક બાબરિયા કાર્યકર્તાઓને સંબોધતો પત્ર લખ્યો છે. પક્ષને વિજય બનાવા માટે પ્રયાસ કરીશું. ઉમેદવારો અને કાર્યકર્તાઓની પત્રમાં માફી માંગી છે. પસંદગી ધોરણોનો અમલ કરવાની આવશ્યકતા અંગે સાથીદારોને સહમત કરાવી શક્યો નહિ. કોઇની નારાજગી કે અસંતાોષ હોય તો તેમની માફી માંગુ છું.