Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે. તેઓએ સોમનાથમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે તેમના ભાષણની શરૂઆત બોટાદમાં થયેલા કેમિકલ કાંડથી કરી હતી. ગુજરાતમાં લાગુ દારુબંધીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. લઠ્ઠાકાંડના મુદ્દાથી શરૂઆત કરી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પડ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે પીડિતોની મુલાકાત લીધી હતી. હજુ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમને મળવા ગયા નથી. સી.આર.પાટીલ પણ તેમને મળવા નથી ગયા. દરેક વસ્તુમાં વોટ ન જોવા. નશાબંધીના નામે હજારો કરોડોના ધંધા ચાલી રહ્યા છે. જે લોકો પોતાના બાળકોને ઝેરી દારૂ પીવડાવી ઈચ્છે છે તે ભાજપમાં વોટ આપે સારું શિક્ષણ આપવા ઈચ્છતા લોકો અમને વોટ આપે. બેરોજગારીના હિસાબે ગુજરાતના 23 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. સરકારી નોકરી માટે રિશ્વત આપવી પડે છે અને મળતી નથી.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ વસ્તું ફ્રીમાં મળતી નથી છતા પણ ગુજરાત ઉપર 3.5 લાખ રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા પેપરલીક મામલે પણ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓના કેરિયર સાથે થતા ચેડાંને ડામવા અમે કાયદો લાવીશું અને પેપરલીક જેવી ઘટના ન બને તે માટે સજાની પણ જોગવાઈ કરીશું.
ગુજરાતના એક એક યુવાનનો મોટો ભાઈ આવી ગયો છે હવે આત્મહત્યા કરવાની જરૂર નથી. દરેક માતા પિતાનો દીકરો આવી ગયો છે. 5 મહિના પછી દરેકને નોકરી આપવાનું વચન આપ્યું. 5 વર્ષમાં મારી વાત પૂર્ણ નહિ કરું તો વોટ માંગવા નહિ આવું. 1 જુલાઈથી પંજાબમાં પણ વીજળી ફ્રી ગુજરાતમાં સરકાર બનશે તો અહી પણ 24 કલાક વીજળી આવશે અને 300 યુનિટ ફ્રી આપશું, 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ બિલ માફ કરવામાં આવશે.
બીજા પક્ષના હમણાં મને જોતા જોતા ગાળો દેતા હશે. કેજરીવાલ ફ્રી રેવડી આપી રહ્યો છે તેમ કહેતા હશે પરંતુ તે લોકો બધી રેવડી પોતાના મિત્રોને આપે છે અને સ્વિસમાં નાખે છે. કેજરીવાલ રેવડી જનતાને આપશે. ગુજરાતી સરકાર પર 3.5 લાખનો કરજો છે. સિંગાપુરની સરકારે પણ એમને નિમંત્રણ આપ્યું અને કહ્યું કે અહી આવો અને બધાને કહો તમે કેટલું સારું કામ કરો છો. પરંતુ મને ન જવા દીધો .હું આ મંચ પરથી ચેલેજ કરી છું કેજરીવાલે જેવા સ્કૂલ દિલ્હીમાં બનાવ્યા છે તેવી તમે 1 સ્કૂલ બનાવી દેખાડો. જે રીતે મે હોસ્પિટલ બનાવી છે તેવી બનાવી દેખાડો. જે મોડલ અમારી પાસે છે તે ભાજપ પાસે નથી.
રોજગારની ગેરંટીની જાહેરાત
1- પાચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે
(દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાની ટાર્ગેટ)
2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે
3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે
4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવવા આવશે. પેપરના ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી જોગવાઈ કરવામાં આવશે.
5- સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે. જે લાયક હશે તેને જ નોકરી આપીશું.