Demolition Operation: ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી યથાવત છે. અમદાવાદના ચંડોળા તળાવની ફરતે AMCની 50 ટીમોનું મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. JCB સહિતના સાધનોની મદદથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. કુખ્યાત લાલા બિહારીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. લાલા બિહારી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો આકા છે. લાલા બિહારી ઉપરાંત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી હતી.
ચંડોળા તળાવમાં લાલા બિહારીએ ગેરકાયદે ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું. લાલા બિહારીના કાળી કમાણીના ચિઠ્ઠા એબીપી અસ્મિતા પાસે છે. લાલા બિહારી વાહન પાર્કિંગના નાણાં ઉઘરાવતો હતો. મકાનના ભાડા ઉઘરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે. લાલા બિહારી વ્યાજે નાણાં ધીરતો હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. મહેબૂબ પઠાણ CAAના વિરોધ પ્રદર્શન સમયે પોલીસ પર હુમલાનો આરોપી છે.
18 અરજદારોએ હાઈકોર્ટમાં કરી અરજી
હાઇકોર્ટને અરજી કરનાર 18 અરજદારોએ અરજીમાં નીતિ નિયમ વિરૂદ્ધ ડિમોલિશન હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરજીમાં અનેક મુદ્દાનો ઉલ્લેખ છે. જેમકે કે, હજુ અહીં રહેતા લોકો બાંગ્લાદેશી છે તે પુરવાર નથી થયું. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે.ઉપરાંત ઘર તોડતા પહેલા કોઇ નોટિસ પણ નથી આપી. લોકોના પુનર્વસનની કોઇ વ્યવસ્થા નથી. આ તમામ મુદ્દાને લઇને થયેલી અરજીની સુનાવણી હાઇકોર્ટમાં થશે.
ઉલ્લેખનિય છે કે, ચંડોળા તળાનો આસપાસનો વિસ્તાર ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીની વસાહત માટે કુખ્યાત છે. આ મોટા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની હારમાળા છે. AMC ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરીને ગેરકાયદે બાંધકામ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ડિમોલિશન માટે પોલીસના કાફલા સાથે સવારે એએમસીની ટીમ પહોંચી હતી અને 50 જેસીબી મશીન સાથે AMCનું ક્લિન ઓપરેશન શરૂ થયું છે.
બાંગ્લાદેશી મહિલાઓ પાસે કરાવતો દેહવ્યાપાર
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહેબૂબ પઠાણને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો.
આ રીતે લાલા બિહારી કરતો કરોડોની કમાણી
CAAના વિરોધ પ્રદર્શન સમયે પોલીસ પર હુમલાનો આરોપી મહેમુદ પઠાણના અનેક કારનામાઓનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ થયો હતો. તે પાર્કિંગના નામે ઉઘરાણા કરતો હતો. તે ઉપરાંત મહેમુદ પઠાણ વ્યાજનો ધંધો કરતો હતો. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને બોગસ દસ્તાવેજ બનાવી આપતો હતો. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો. 15 વર્ષમાં દોઢ લાખ સ્કવેર મીટર તળાવમાં બાંધકામ ઉભા કરાયા હતા. તળાવમાં બામ્બુ પર ગેરકાયદે મકાનો બનાવી દેવાયા હતા. બામ્બુ પર તળાવના કારણે અડધુ તળાવ પૂરાઈ ગયું હતું. તે સિવાય લાલા બિહારી લોકો પાસેથી મકાનના ભાડા ઉઘરાવતા હોવાના પુરાવા મળ્યા છે. ફ્લેટની સ્કીમ શરૂ કરી હોવાના પુરાવા પણ એબીપી અસ્મિતા પાસે છે.