અમદાવાદઃ આજે મહાશિવરાત્રિ છે.  રાજ્યભરના મંદિરો 'બમ બમ ભોલે...'ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં મંદિરોમાં બે વર્ષમાં પ્રથમવાર મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી મંદિરો 'બમ બમ ભોલે...', 'હર હર મહાદેવ...' ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં રવિવારથી જ ભક્તોનું આગમન શરૂ થઇ ગયું છે.


મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સવારે ૪ વાગ્યાથી લઈને સતત ૪૨ કલાક સોમનાથ મંદિરના ભક્તો માટે ખુલ્લા રહેશે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણના આયોજનમાં ભક્તો શિવમય બન્યા છે. જ્યોર્તિલિંગ નાગેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. તો અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલા પ્રાચિન શિવાલય કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં દિવસ દરમિયાન વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરૃદ્ર, બિલીપત્ર, સંકલ્પ, પૂજાઓ, મહામૃત્યુંજય મંત્રથી આહુતિ સાંજે ૭ વાગ્યા સુધી થશે. આ સાથે સપ્તર્ષી મહાદેવ, ચકુડિયા મહાદેવ, બિલેશ્વર, સોમેશ્વર સહિતના મંદિરોમાં પણ શિવરાત્રિ નિમિત્તે વિશેષ પૂજન-અર્ચન સહિતના આયોજનનો કરાયા છે. તો રાજકોટ, સુરત, વડોદરામાં પણ શિવાલયો ઓમ નમઃશિવાય નાદથી ગુંજી ઉઠ્યા છે.


યુવાનો માટે ખુશખબર, DRDOમાં વોક-ઈન ઈન્ટરવ્યુના આધારે થશે સિલેક્શન, બસ આ કામ કરવું પડશે


NPCIL માં 90 થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


અંગુરનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, આ બીમારીનું જોખમ ટળે છે, આ રીતે સેવન કરવાથી વેઇટ લોસમાં કરે મદદ


Snoring:ઊંઘમાં નસકોરા બોલવાની સમસ્યાથી પરેશાન છો, આ 5 ચીજ કરી શકે છે આપની મદદ