અમદાવાદઃ ધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા ઝડપાઇ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોળકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. બીન-ખેડૂતને ખેડૂત બનાવવા માટે લાંચ લેતા મામલતદાર ઝડપાયો છે. મામલતદાર ઓફિસમાંથી 20 લાખ રુપિયા મળ્યા છે.
મામલતદાર હાર્દિક ડામોરે ખેડૂત બનાવવા માટે રુપિયા 25 લાખની માંગ કરી હતી. આ માટે વચેટિયા તરીકે નેતાને રાખ્યા હતા. ધોળકા પાલિકાના પૂર્વ પ્રમુખ એવા વચેટિયા જગદીશ જેઠાભાઈ પરમાર પાસેથી 5 લાખ રૂપિયા મળ્યા છે. મામલતદારના પિતા નિવૃત એસપી છે. જ્યારે મામલતદારના મોટાભાઈ કર્ણાટકમાં આઈજીપી છે.
અગાઉ જમીન વેચાણ કરતા ફરિયાદીને બિનખેડૂત ઠરાવેલ, તેમાં સુધારો કરી ખેડૂત ખાતેદાર તરીકે ચાલુ રાખવા લાંચની માંગણી કરી હતી. હાલ ધારણ કરતા હતા તે જમીન ક્ષેત્રફળમાં સુધરાણા નોં કરવા, ફરીયાદી બિન ખેડૂત ઠરે તો ધોલેરા એક્સપ્રેસ વેમાં સંપાદિત થયેલ જમીનનું વળતર રૂપિયા 89 લાખ મળે નહીં, તે ખેડૂત ખાતેદાર ઠેરવી આપવા અંગેની કામ કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી.
અમદાવાદઃ ખેડૂત બનાવવા માટે મામલતદારે માંગી 25 લાખની લાંચ, નેતાને બનાવ્યો વચેટિયો ને ઝડપાઇ ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 10:44 AM (IST)
મામલતદાર હાર્દિક ડામોરે ખેડૂત બનાવવા માટે રુપિયા 25 લાખની માંગ કરી હતી. આ માટે વચેટિયા તરીકે નેતાને રાખ્યા હતા. ધોળકા પાલિકાના પૂર્વ પ્રમુખ એવા વચેટિયા જગદીશ જેઠાભાઈ પરમાર પાસેથી 5 લાખ રૂપિયા મળ્યા છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -