અમદાવાદઃ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવેએ મોટો નિર્ણય લીધો હતો.  તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે પાંચ જોડી ફેસ્ટિવલ ટ્રેનો દોડાવશે. આ પાંચ ટ્રેનમાં સાબરમતી- દાનાપુર, વડોદરા- હરિદ્વાર, વડોદરા- ગોરખપુર, ડો. આંબેડકરનગર- પટના અને અમદાવાદ સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી છ લાખ મુસાફરોને રાહત મળશે. પશ્ચિમ રેલવે તરફથી ફેસ્ટિવલ ટ્રેન કઈ તારીખથી દોડશે તેની જાણકારી અહી આપવામાં આવી છે.


સાબરમતી-દાનાપુર ટ્રેન માટે 8 નવેમ્બરથી બુકિંગ શરૂ થશે. તે સિવાય દાનાપુર- સાબરમતી ટ્રેન માટે 9 નવેમ્બરથી બુકિંગ શરૂ થશે. ડો. આંબેડકરનગર- પટના દર ગુરૂવારે 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દોડશે. વડોદરા- ગોરખપુર સ્પેશિયલ ટ્રેન દર સોમવારના સાંજે 7 વાગ્યે વડોદરાથી ઉપડશે. વડોદરા- હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સાંજે 7 વાગ્યાથી વડોદરાથી પ્રસ્થાન કરશે. અમદાવાદ- સમસ્તીપુર ટ્રેન દર ગુરૂવારે બપોરે સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી ઉપડશે.


સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સાપ્તાહિક સ્પેશિય ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગરના મહુવા અને સુરત વચ્ચે સપ્તાહમાં બે દિવસ વિશેષ ટ્રેન દોડશે. મહુવાથી દર ગુરૂવારે અને શનિવારે બપોરે ટ્રેન ઉપડશે. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે આજથી  ટિકિટ બુકિંગ શરૂ થયું ગયું છે. આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે.


દિવાળીના તહેવારોમાં 8 જોડી સાપ્તાહિક ટ્રેનના 144 ફેરામાં દોડાવાશે

સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના પટ્ટામાં સૌથી વધુ પરપ્રાંતીય કારીગરો સ્થાયી થયા હોવાથી, ખાસ કરીને, દિવાળી પહેલાં વતન જવાનું આયોજન છતાં ટ્રેનોમાં સીટ મળતી નહીં હોવાની ફરિયાદ વર્ષો જૂની ફરિયાદને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઈ શકે તે માટે 8 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં 6360 જેટલાં વધારાના કોચ જોતરવામાં આવ્યા છે.

રેલવેની રેગ્યુલર ટ્રેનોમાં દિવાળીના દિવસો દરમિયાન સૌથી વધુ ભીડ રહે છે અને તેથી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન દિવાળીથી વધારાની સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનું આયોજન થયું છે. મંગળવારને બાદ કરતાં અઠવાડિયાના તમામ દિવસોમાં આ ટ્રેનો જુદાં જુદાં સ્ટેશનોથી ઉપડશે. જેનો લાભ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉઠાવી શકશે.

દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડથી ૩ વધારાની સ્પેશિયલ ટ્રેનો છે, જેમાં વલસાડ-દાનાપુર, વલસાડ ભીવાની અને ઉધના-મેંગલોર ટ્રેનનો સમાવેશ થાય છે. તમામ વર્ગના પ્રવાસીઓ તહેવાર વિશેષ ટ્રેનોનો લાભ ઉઠાવી શકે તે માટે જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસીના કોચ સામેલ કરવામાં આવ્યાં છે