Rajasthan Elections: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં ચૂંટણીનો  (Rajasthan Assembly Elections) માહોલ જામી રહ્યો છે. ગુજરાતમાંથી ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જશે. ગુજરાતના વધુ એક નેતાને કોંગ્રેસે (Gujarat Congress) રાજસ્થાન ચૂંટણીમાં જવાબદારી સોંપી છે. અમદાવાદના બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલને (Ex MLA Himmatsingh Patel) રાજસ્થાન ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગેરંટી યાત્રા કાઢશે, જેના સંયોજકની જવાબદારી હિંમતસિંહ પટેલને સોંપાઈ છે.

કોણ છે હિંમતસિંહ પટેલ


હિંમતસિંહ પટેલ બાપુનગરના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે. વર્ષો પહેલા તેઓ અમદાવાદના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. હિંમતસિંહ રખિયાલ ખાતે રહે છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ધો. 9 સુધી શિક્ષણ લીધું છે. તેઓએ માતૃછાયા સ્ફુલમાંથી અભ્યાસ કર્યો હતો.  


હિંમતસિંહ પટેલ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. તેમણે 2014, 2017, 2022 વિધાનસભા લડ્યા તે પહેલાં સ્થાનિક કક્ષાએ ઘણા લોકો માટે ઉપયોગી કામ કર્યા હતા. તેમણે અમદાવાદ શહેરમાં મેયર તરીકે જવાબદારી પણ ઉપાડી હતી.


કોરોના કાળમાં કરી હતી સેવાકીય પ્રવૃત્તિ


બાપુનગર વિસ્તારમાં હિંમતસિંહ પટેલે કોરોના કાળમાં સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને વિનામૂલ્યે જમાડવામાં આવતા હતા. તે સમયે પરપ્રાંતિયો અમદાવાદ ન છોડે અને કોંગ્રેસ તેમની સાથે હોવાનું કહ્યું હતું.


2014ની લોકસભા ચૂંટણીમાં થઈ હતી હાર


2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ સીટ પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. સામા પક્ષે ભાજપે પરેશ રાવલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ 326,633 જેટલા મતથી હારી ગયા હતા. 2014માં આ જીતની સાથે જ લોકસભા 2014માં અમદાવાદ પૂર્વ સીટ પર ભાજપનો વોટશેર 10.92 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 7.82 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 62 વર્ષીય ઉમેદવાર પરેશ રાવલને કુલ 633,582 વોટ મળ્યા હતા.


રાજસ્થાન ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ છે જવાબદારી



  • અમિત ચાવડા

  • હિંમતસિંહ પટેલ

  • અનંત પટેલ

  • બળદેવ ઠાકોર

  • શૈલેષ પરમાર

  • પ્રતાપ દૂધાત

  • કિશન પટેલ

  • નૌશાદ સોલંકી

  • રધુ દેસાઈ

  • જેની બેન ઠુમ્મર

  • અમૃતજી ઠાકોર

  • અંબરીષ ડેર

  • કાંતિ ખરાડી