અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખનું આજે 82 વર્ષની વયે નિધન થયું છે. દિલીપ પરીખે 28 ઓક્ટોબરથી 1997થી 4 માર્ચ, 1998 સુધી રાજ્યના 13માં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 1990માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના પ્રેસિડેન્ટ બન્યા હતા. દિલીપ પરીખના અવસાન પર વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુખ વ્યક્ત કર્યું.
પીએમ મોદીએ પરિખના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમણે પૂરા સમર્પણ સાથે ગુજરાતની જનતા માટે કામ કર્યું.




પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા. 1990માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા. દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો. દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ પ્લાસ્ટિકના વેપારી પણ હતા.