અમદાવાદ: અમદાવાદથી જયપુર જતી ગો-એરની ફલાઇટમાં બે કબૂતર ઘુસી આવ્યા હતા. ફ્લાઈટમાં કબૂતર ઉડતા મુસાફરો અને ક્રુમેમ્બરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફલાઇટ ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક ફલાઈટમાં 2 કબૂતર ઉડતા મુસાફરોના ધ્યાને આવ્યું હતું. કબૂતરને પકડવા માટે ભારે અફરાતફરી સર્જાઈ હતી. ક્રૂ મેમ્બર દ્વારા કબૂતરને પકડવા ફલાઈટમાં દોડધામ મચી હતી.

કબૂતરે એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી છે. ગો-એરની અમદાવાદથી જયપુર જતી ફ્લાઈટમાં ટેકેઓફ વખતે જ બે કબૂતર ઉડ્યા હતા. ફ્લાઈટ એરોબ્રિજ સાથે કનેક્ટ હોવા છતાં કબૂતર ક્યાંથી ઘૂસ્યા તે પ્રશ્ન થયા છે.

ગો-એરની ફ્લાઈટ રનવે પર આવવાની તૈયારીમાં હતી ત્યારે એક પેસેન્જરે લગેજ શેલ્ફ ખોલતા જ બે કબૂતર નીકળ્યાં હતા. કબૂતરને પકડવા પેસેન્જર અને ક્રૂની ભારે દોડધામ કરવી પડી હતી. કબૂતરોના કારણે ફ્લાઈટની અંદર ભારે હંગામો જોવા મળ્યો હતો.