Cocaine Case: ગુજરાતમાં ડ્રગ્સને લઈને રોજેરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં શહેરમાંથી લઈને બંદરો પર પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા મુન્દ્રાપોર્ટ પરથી મીઠાની આડમા ઘુસાડવામાં આવતા 52 કિલો કોકેઇનને પોલીસે ઝડપી પાડ્યું હતું. હવે આ કેસના ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખ મહમુદને DRIએ કેરળથી ઝડપી પાડ્યો છે. આજે વહેલી સવારે ૪:૧૫ વાગ્યે સ્પેશ્યલ NDPS કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો. કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી પાલારા જેલ હવાલે કર્યો છે. ઝડપાયેલા આરોપીએ કેરળમા DRIને ચકમો આપીને ફરાર થયા બાદ ફરી ઝડપાયો હતો. આ અગાઉ આ મામલે બે શખ્સોની ધરપકડ થઇ ચુકી છે.


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Weather update:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ  નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.  વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે.


કોંગ્રેસ નેતા સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો.