કોરોનાના કેસમાં ઘટાડા સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર આજથી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થશે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા અને એપોલો હોસ્પિટલ સંયુક્તપણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ વેક્સિનેશનની કામગીરી કરશે. વેક્સિન લેવા માગતા લોકોને ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એક હજાર રૂપિયાના ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવશે.


વેક્સિન લેનાર લોકોને કોવિશિલ્ડ જ આપવામાં આવશે. જીએમડીસી ગ્રાઉંડ પર વેક્સિન ઉપરાંત સ્ટાફ સહિતની અન્ય સુવિધાઓ એપોલો હોસ્પિટલ કરશે. જ્યારે અમદાવાદ મહાનગર પાલિકા ગ્રાઉન્ડ પર અન્ય જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવશે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોને એક હજાર ચાર્જ રોકડ, અથવા કાર્ડ કે પેટીએમથી ચુકવવાના રહેશે.


રાજ્યમાં ગઈકાલે 3,085  નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9701  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 10007 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,32,748 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 55548 પર પહોંચ્યો છે. જેમાંથી 594 દર્દી વેન્ટિલેટર પર અને 54954 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.82  ટકા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોપોરેશન 362, વડોદરા કોપોરેશન 362, સુરત કોપોરેશન 227, સુરત 172, વડોદરા 164, રાજકોટ કોપોરેશન 120, જુનાગઢ કોપોરેશન 113, જુનાગઢ 99, સાબરકાંઠા 94, કચ્છ 83, પંચમહાલ 82, અમરેલી 76, ભરૂચ 71, મહેસાણા 71, બનાસકાંઠા 69, ખેડા 65, આણંદ 64, ભાવનગર કોપોરેશન 64, રાજકોટ 63, પોરબંદર 62, જામનગર કોપોરેશન 55, નવસારી 49 વલસાડ 49,  દેવભૂમિ દ્વારકા 47, અરવલ્લી 43, પાટણ 42, ગાાંધીનગર કોપોરેશન 38, જામનગર 36, ગીર સોમનાથ 34, ભાવનગર 31, મહીસાગર 30, ગાાંધીનગર 29, દાહોદ 27, સુરેન્દ્રનગર 20, નર્મદા 18, અમદાવાદ 16, છોટા ઉદેપુર 14, મોરબી 11, તાપી 10, બોટાદ 2 અને ડાંગમાં 1 કેસ સાથે કુલ 3085 નવા કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત થયા ?


અમદાવાદ કોપોરેશન 6, વડોદરા કોપોરેશન 3, સુરત કોપોરેશન 2, સુરત 5, વડોદરા 2, રાજકોટ કોપોરેશન 0, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 1, સાબરકાાંઠા 0, કચ્છ 1, પંચમહાલ 1, અમરેલી 1, ભરૂચ 1, મહેસાણા 2, બનાસકાાંઠા 1, ખેડા 0, આણંદ 1 , ભાવનગર કોપોરેશન 1, રાજકોટ 0, પોરબાંદર 0, જામનગર કોપોરેશન 2, નવસારી 0, વલસાડ 0, દેવભૂમી દ્વારકા 0, અરવલ્લી 0, પાટણ 1, ગાાંધીનગર કોપોરેશન 0, જામનગર 0, ગીર સોમનાથ 0, ભાવનગર 1, મહીસાગર 1, ગાાંધીનગર 0, દાહોદ 2, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી  0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 1  મોત  સાથે કુલ 36  મોત નોંધાયા છે.


રાજ્યમાં ગઈકાલે કુલ  2,19,913 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  91.82 ટકા છે.