અમદાવાદ: કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે.રાજ્યમાં છેલ્લા

  24 કલાકમાં નાની વયે હાર્ટ અટેકથી જીવ ગુમારની સંખ્યા 11એ પહોંચી છે. 11માંથી 4 લોકોએ એવા છે.જેને ગરબે ઘૂમતા ઘૂમતા હાર્ટ અટેક આવી જતાં મોત થયું છે. આ ઘટના કેમેરામાં કેદ થઇ હોવાથી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.


નવસારી બાદ અમદાવાદમાં ચાલુ ગરબાએ યુવકને હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયુ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કેસ રવિ પંચાલ નામનો યુવક પાર્ટી પ્લોટમાં ગરબે ધૂમી રહ્યો છે. તેમને થોડુ અસહજ અનુભવાતા તે ગરબાના સર્કલમાંથી નીકળીને  વિરામ કરવા સાઇડમા બેસી જાય છે પરંતુ બેઠા બાદ તરત જ તે ઢળી પડે છે અને ઘટનાસ્થળે તેમનું મોત થઇ જાય છે.



અમદાવાદના હાથીજણમાં  ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે  મોત નિપજ્યુ હતું.અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.                                                                                                             


આ પણ વાંચો


ODI World Cup 2023: આજે ભારત-ન્યુઝીલેન્ડની ટ્કકર, જાણો કેવો રહેશે પિચનો મિજાજ
Israel-Hamas War: ગાઝા બાદ હવે વેસ્ટ બેંકમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, જાણો 10 મોટા અપડેટ્સ
Upcoming IPOs: રોકાણકારો માટે કમાણીનો મોટો મોકો, આવતા સપ્તાહે આ 5 કંપનીના આવી રહ્યા છે IPO
Rajasthan Congress Candidates List: રાજસ્થાનમાં કૉંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કઈ બેઠક પરથી લડશે સચિન પાયલટ