અમદાવાદઃ મોંઘવારીના મારથી પીડાતા આમ આદમીને વધુ એક ફટકો લાગ્યો છે. આજથી દૂધ, દહીં સહિતની વસ્તુઓ મોંઘી થઈ છે તો બીજી તરફ શાકભાજીના ભાવમાં ફરી ભડકો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મોટાભાગના શાકભાજીમાં 20 થી 40 રૂપિયાનો પ્રતિ કિલોગ્રામે વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે, વરસાદના કારણે પુરવઠો ખોરવાઈ જતાં માંગ વધી છે. જેના કારણે આ ભાવ વધારો થયો છે.
 
 ભાવમાં કેટલો થયો વધારો

કોબીજનો ભાવ પેહલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 60 પ્રતિ કિલો છે.
ભીંડાનો ભાવ પેહલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 100 પ્રતિ કિલો છે.
ફ્લાવરનો ભાવ પેહલા 100 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 120 પ્રતિ કિલો છે.
ટીંડોળાનો ભાવ પહેલા 100રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ અત્યારે 120 પ્રતિ કિલો છે.
પરવરનો ભાવ પહેલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ  100 પ્રતિ કિલો છે.
રીંગણનો ભાવપહેલા 60 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 80 પ્રતિ કિલો છે.
દુધીનો ભાવ પહેલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 80 પ્રતિ કિલો છે.
મરચાનો ભાવ પહેલા 60 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 80 પ્રતિ કિલો છે.
આદુનો ભાવ પહેલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે  હાલ 120 પ્રતિ કિલો છે.


આ પણ વાંચોઃ


India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક


IND vs WI 2022: ભારત સામેની વન ડે સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝે ટીમ કરી જાહેર, જાણો કોને બનાવ્યો કેપ્ટન


આજથી મોંઘવારીનો બૂસ્ટર ડોઝઃ દૂધ, દહીં, લોટ સહિની વસ્તુ થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો


America Firing: અમેરિકાના ઈન્ડિયાનામાં આડેધડ ફાયરિંગ, હુમલાખોર સહિત 4ના મોત