અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત શિલાન્યાસ સમારોહ યોજવામાં આવ્યો હતો જ્યાં લાખોની સંખ્યામાં પાટીદાર ઉમટી પડ્યાં હતાં. જ્યાં ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પોતાના વિરોધીઓના નામ લીધા વગર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું એકલો છું, સામે બધાં લોકો છે છતાં પણ ઉભો છું. તે મા ઉમિયાના આર્શિવાદ છે. પાટીદારનું લોહી છે. ભાજપ પક્ષનો એક કાર્યકર્તા છું. કેટલાક લોકો મને ભુલવાનો પ્રયાસ કરે છે. પરંતુ હું કંઈ ભુલતો નથી.


વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત શિલાન્યાસ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પરથી એક નિવદેન આપ્યું હતું. મુખ્યમંત્રી સહિત ભાજપના મંત્રીઓ અને નેતા તેમજ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ ધર્મ ગુરૂઓ સંતો મંચ પર હાજર હતા. પરંતુ આ મંચ પરથી નીતિન પટેલે પોતાના વિરોધીઓ પર નિશાન તાકવાનું ચુક્યા ન હતા અને કહ્યું હતું કે, હું એકલો છું સામે બધાં લોકો છે છતાં પણ હું ઉભો છું. હું કોઈ વસ્તુ ભુલતો નથી.

વધુમાં નીતિન પટેલે કહ્યું હતું કે, અહીંયા એમ જ નથી પહોંચ્યો, હસતા-હસતા મંચ પરથી ભાજપના ધારાસભ્યો સામે જોતાં કહ્યું હતું કે, પૂછી લો આ બધાંને કે રોજ પેપર અને ટીવીમાં જોતાં હશો કે બધાં એક બાજુ હું એકલો છું. મા ઉમિયાના આર્શિવાદથી હું અહીં છું. લોહી પાટીદારનું છે, હું ભાજપ પક્ષના કાર્યકર્તા તરીકે બોલું છું.

વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, અનેક લોકોને હું ગમતો નથી. મને ભુલવાનો પ્રયાસ કરે છે, પરંતુ હું કોઈને ભુલતો નથી. નીતિન પટેલનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જ્યારે આ નિવેદનથી ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો હતો.