ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર ભૂંકપના આંકડા અનુભવ્યા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ નજીક અને વલસાડ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ જોવા મળી હતી.
બપોરે 1.02 મીનિટે વલસાડ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા ધરમપુરના આવધા, હનમતમાળ સહિતના વિસ્તારોમાં અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. ભૂંકપની તીવ્રતા 2.1 રિક્ટર સ્કેલ નોંધાઈ છે.
ભૂકંપના કારણે ધરમપુર તાલુકાના આવધા ગામે સ્કૂલની ઈમારતને નુક્શાન પણ પહોંચ્યું છે. આવધા સ્કૂલની દિવાલોમાં તિરાડ પડી ગઈ છે. સ્કૂલમાં તિરાડ પડતા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા છે.
જોકે આ પહેલા આજે બપોરે સોમવારે 12.37 કલાકે રાજકોટના ગોંડલના ઉમવાળા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા સામાન્ય હતી.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલની 1.8 કિ.મી દૂર નોંધાયું હતું. ભૂકંપ અનુંભવાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. જોકે આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાની થયાના અહેવાલ હજી સુધી પ્રાપ્ત થયા નથી.