અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ દ્ધારા અમદાવાદમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટેની કાર્યવાહી બાદ ટ્રાફિક પોલીસે પાર્કિંગ મુદ્દે 249 કોમર્શિયલ બિલ્ડીંગ માલિકોને નોટિસ આપી છે.


મળતી વિગતો અનુસાર, કર્ણાવતી ક્લબ સામે આવેલા ખાણીપીણી બજારની કાયદેસરતાના વિવાદમાં ખેતલા આપા ટી સ્ટોલે અરજી કરી હતી જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ગેરકાયદેસર રીતે દબાણ કરનાર ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટે 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ગેરકાયદેસર રીતે કરેલા દબાણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખેતલાઆપાને નોટિસ આપી હતી અને દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે કડક વલણ દાખવતા અરજી તો ફગાવી સાથે જ અરજદારને 25000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.