વિકાસ શર્માની સઘન પૂછપરછ કરાતા આ સમગ્ર કૌભાંડનો સૂત્રધાર રાજસ્થાનનો હંસરાજ બોરાણા નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. વિકાસ મુશ્કેલીમાં હોવાની પોલીસે ચાલ ઉભી કરતા જ હંસરાજ રાજસ્થાનના જોધપુરથી ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યો હતો. પોલીસે તેને ઝડપી આકરી પૂછપરછ કરતા તેણે જ વિકાસને નકલી નોટ છાપવા કહ્યું હોવાનું કબુલ્યું છે.
દિલ્હીના રહેવાસી વિકાસે દિલ્હીની જ એક હોટેલમાં માત્ર બે જ દિવસમાં આ નકલી નોટ તૈયાર કરી હતી. આમ, નકલી નોટ પધરાવી અસલી નોટ પડાવવાનો આરોપીઓએ કારસો રચ્યો હતો જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.