અમદાવાદઃ હવામાન વિભાગે નવા વર્ષની શરૂઆતમાં જ મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ લઈને આવશે. ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોમાં હિમ પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે.
આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધશે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદની આગાહી, કયા કયા જિલ્લા પડશે વરસાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 01:49 PM (IST)
આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.
તસવીરઃ મનોરમા મોહંતી,ડેપ્યુટી ડાયરેકટર,હવામાન વિભાગ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -