અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બોગસ ડ્રાઈવિંગ લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. RTOની જાણ બહાર ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી બનાાવટી દસ્તાવેજોનો જથ્થો કબ્જે કર્યો છે.


બંને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાયસન્સ પણ કબ્જે કર્યા છે. આ સાથે જ આધાર કાર્ડ , પાનકાર્ડ 3 અને બનાવટી લાયસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના 20 કાર્ડ પણ કબ્જે કર્યા છે. એટલું જ નહીં પોલીસે આરોપીઓના ઘરે સર્ચ કરતા પ્લાસ્ટિક કવર સાથે 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટો પણ મળી આવ્યા છે.

હાલ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે અત્યાર સુધીમાં 39 જેટલા લોકોને બન્ને શખ્સોને બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા.

મહત્વનું છે કે ટુ વહીલર લાયસન્સ બનાવવા માટે આરોપીઓ 2500 રૂપિયા અને કારના ડુપ્લીકેટ લાયસન્સ બનાવવા માટે 5 હજારથી વધુ રૂપિયા પડાવતા હતા.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી આધારે પહેલા અફસરુલ શેખને બનાવટી લાયસન્સ સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મારુફમુલ્લા આ દ્રાઇવિંગ લાઇસન્સ 6 હજારમાં બનાવી આપેલું. જોકે પોલીસે સર્ચ કરતા ઘરમાંથી બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો સામાન મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યા છે.