અમદાવાદમાં ફરીએકવાર કોરોનાના કેસ વધ્યા છે. 29 દિવસ બાદ ફરી 80થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 26 જાન્યુઆરીએ 89 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 81 નવા કેસ અને 66 દર્દી સાજા થયા છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં 380 નવા કેસ નોંધાયા હતા જ્યારે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે આજે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે. રાજ્યમાં 22 દિવસ બાદ સોમવારે કોરોનાના કેસ 300થી વધારે નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261871 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશમાં 70, સુરત કોર્પોરેશન 57, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-10, રાજકોટ-9, જામનગર-8, જામનગર કોર્પોરેશન-8, કચ્છ-7, સુરત-7, આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, ખેડા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા હતા.
રાજ્યના 6 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.