અમદાવાદ: અમદાવાદના કુષ્ણનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને એસીડ અટેકની ધમકી આપી હતી. નવા નરોડા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પિયુષ ચાવડા નામના યુવકે યુવતી ઘરે એકલી હતી ત્યારે યુવતીને ઘરમાં ઘુસીને અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસીડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપીને તેની છેડતી કરી હતી અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. હાલ ધમકી આપનાર શખ્સને પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ પાડોશી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ યુવતિ ઘરે એકલી હતી ત્યારે પાડોશી યુવક યુવતીના ઘરે આવ્યો હતો અને તેની છેડતી કરી હતી. ત્યાર બાદ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસીડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યાર તે ફરાર થઈ ગયો હતો.
નવા નરોડામાં એક યુવતી તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, ભાઈ અને બહેન છે. પિતા ખાતર વેચવાનો ધંધો કરે છે. થોડા દિવસ પહેલાં યુવતીના માતા-પિતા મરણ પ્રસંગે વતન ગયા હતા ત્યારે આ યુવતી ઘરમાં એકલી હતી. તેના ઘર નજીક રહેતો એક યુવક આ યુવતીના એકતરફી પ્રેમમાં હતો. યુવતી ઘરે એકલી હોવાનો ફાયદો ઉઠાવીને યુવક તેના ઘરે પહોંચી ગય હતો ત્યાર બાદ શારીરિક અડપલાં કરી યુવકે યુવતીને ધમકી આપી હતી. યુવક એકતરફી પ્રેમમાં હોવાથી તેણે ધમકી આપી કે, અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસીડ ફેંકી જાનથી મારી નાખીશ.
આરોપી પીયુષ ચાવડા બેરોજગાર છે. અગાઉ પણ એક યુવતીની છેડતી અને મારામારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ યુવતીની શારિરીક છેડતી કરીને તેને એસીડ અટેકની ધમકી આપતાં યુવતીએ તેના માતા-પિતાને જાણ કરી હતી. જેથી યુવતીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને આપી ધમકી, અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસીડ ફેંકી....
abpasmita.in
Updated at:
14 Jan 2020 09:38 AM (IST)
નવા નરોડા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પિયુષ ચાવડા નામના યુવકે યુવતી ઘરે એકલી હતી ત્યારે યુવતીને ઘરમાં ઘુસીને અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો એસીડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી
- - - - - - - - - Advertisement - - - - - - - - -