અમદાવાદઃ સોલા પોલીસ સ્ટેશનમાં પૂર્વ મેજીસ્ટ્રેટ વિરુદ્ધ ભત્રીજીએ જ કરોડોની જમીન ખોટા દસ્તાવેજ બનાવી વેચી દીધાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ખોટું પેઢીનામું બનાવી કરોડોની જમીન વેચી દીધાનો આરોપ લાગ્યો છે.
પૂર્વ મેજીસ્ટ્રેટ પાધ્યા સુરેશ જે ક્યારેક કોઈને ન્યાય આવતા હતા આજે ખુદ પોતે છે પોતાના પરિવારના સભ્ય સાથે કર્યો છે વિશ્વાસઘાત જી હા પોતાના ભાઈ પરીક્ષિત પાધ્યાનું મોત દસ વર્ષ પહેલા થયું હતું. અને પોતાની મિલકત કરોડોની હતી જેમાં એક વારસાઈ નક્કી કરવામાં આવી હતી. પરંતુ પૂર્વ મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યા લાલચમાં આવી ગયા અને ખોટું પેઢી નામું બનાવી કરોડોની જમીન વેચી નાખી હતી.
પોતાના ભાગની મિલ્કત પૂર્વ મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યાએ વેચી નાખ્યાની જાણ મૃત પરીક્ષિત ભાઈના પત્ની જાગૃતિ બહેન પુત્રી નીધિને થતા સુરેશ પાધ્યાને વાત કરી તો સંતોષ કારક જવાબ ન મળતા ન્યાય માટે અને પોતાનો હક પરત લેવા માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડવાની ફરી જ પડી હતી.
ત્યારે પૂર્વ મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધતા સોલા પોલીસ પણ અચકાઈ રહી હતી. પરંતુ દેખાતા પુરાવા હોતા મેજીસ્ટ્રીટ સુરેશ પાધ્યા સહિત 5 સામે ફરિયાદ નોંધી લીધી હતી ત્યારે મૃત પરીક્ષિત ભાઈના પત્ની જાગૃતિ બહેન પુત્રી નિધિ ન્યાયની આશા રાખી રહયા છે ત્યારે ન્યાય ક્યારે મળશે એ જવું રહ્યું.?