પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સરકાર પર EBC મુદ્દે નિશાન સાધ્યું હતું. ભાજપ સરકાર દ્વારા EBC રદ્દ કરવામાં આવ્યું તે ભારતીય બંધારણની સાથે સાથે ગુજરાતના 3 કરોડ સવર્ણ સમાજની મજાક હોવાનું હાર્દિકે ગણાવ્યું હતું. સરકારની EBC ની નીતિ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, EBC હેઠળ ઉધરાવામાં આવેલા નાણા કોણ પરત કરશે? બહુ થયું હવે તો સહન કરવાની પણ હદ્દ હોય, રાજ્યની જનતા માફ નહી કરે. સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે તેમ હાર્દિક પટેલે પડકાર ફેંક્યો હતો.