અમદાવાદઃ શહેરના ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં મોડી રાતે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનમાં બ્રહ્માણી ટ્રાવેલ્સની 6 બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, આગમાં અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતાં બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મોડી રાતે 3.40 આસપાસ કોલ ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ ફાયરફાઇટર સહિત ટીમો રવાના થઈ હતી. પાર્ક કરેલી 6 લકઝરી આગની લપેટમાં આવી ગઈ હતી અને આ લકઝરી બસો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.
અમદાવાદઃ ઘોડાસરમાં મોડી રાત્રે 6 બસોને આગ લાગતા બળીને ખાખ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Dec 2020 10:29 AM (IST)
મોડી રાતે 3.40 આસપાસ કોલ ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ ફાયરફાઇટર સહિત ટીમો રવાના થઈ હતી. પાર્ક કરેલી 6 લકઝરી આગની લપેટમાં આવી ગઈ હતી.
તસવીરઃ ઘોડાસરમાં આગ લાગતા 6 બસો બળીને ખાખ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -