અમદાવાદના પરીમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. પરીમલ ગાર્ડન પાસેના દેવ બિલ્ડિંગમાં એપલ બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને કરતાં ફાયરનો કાફલો પોતાની ટીમ સાથે પહોંચી ગયો હતો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક આવેલી બાળકોની હોસ્પિટલના ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. પરીમલ ગાર્ડન પાસે આવેલા દેવ બિલ્ડિંગમાં એપ્પલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 4 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓ સહિત નર્સોનો કાફલો સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી હતી. આ ઘટનામાં એવું કહેવાઇ રહ્યું છે કે, 2થી 3 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ ઘટના હોસ્પિટલમાં બાટલો ફાટવાથી બની હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
અમદાવાદના પરીમલ ગાર્ડન પાસેની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, જાણો વિગત
abpasmita.in
Updated at:
13 May 2019 03:03 PM (IST)
અમદાવાદના પરીમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. પરીમલ ગાર્ડન પાસેના દેવ બિલ્ડિંગમાં એપલ બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -