ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. એએમસીની ઢોર પકડવા ગયેલા ચાર ગાડીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જેને પગલે ઓઢવ પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી.
એએમસીની ગાડીઓ પર હુમલો કરીને માલધારીઓ તથા અન્ય સ્થાનિકો ગાડીઓની ચાવી ખેંચી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં એએમસીના એક કર્મચારીને ઈજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ઓઢવમાં એએમસીની ટીમ પર જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં વિરોધ દર્શાવતાં સ્થાનિકોએ ગરબા ગાયા હતા. વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.