અમદાવાદઃ વટવા જીઆઇડીસી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં મોટી જાનહાનિ તો નથી થઈ, પરંતુ આગ લાગવાથી નજીકમાં નાના બાંધકામ બનાવીને એટલે કે ઝુંપડા બનાવીને રહેતા પરિવારજનો હવે નિઃસહાય બન્યા છે. કેમિકલ ફેક્ટરીની પાસે જ ૨૦ જેટલી ઝૂંપડીઓમાં 60 લોકો વસવાટ કરી રહ્યા હતા.




કેમિકલથી બ્લાસ્ટ થવાથી આ લોકો અહીંથી પહેર્યા કપડે ભાગ્યા હતા. તેમની ઝૂંપડીમાં રહેલ ઘર વખરીનો સમાન, અનાજ પણ નષ્ટ થયું છે, જેન કારણે શ્રમિકો હવે ઘર વિહોણા બન્યા છે. વટવા માતંગી કંપની પાસે રહેતા શ્રમિકોએ વ્યક્ત પોતાની વેદના વ્યક્ત કરી હતી. આગ લગવાથી મોટા ધડાકા થયા અને ભાગ્યા હતા. જેને કારણે તેમના જીવ તો બચી ગયા હતા, પરંતુ 20 જેટલા ઝુંપડા બળીને ભસ્મ થઈ ગયા હતા.



કેમિકલ ફેકટરી પાછળ રહેતા 60 લોકો હાલ બેઘર બન્યા છે. અમારું અનાજ, ઘર વખરીનો સામાન ખાખ થઈ ગયો છે, તેમ શ્રમિકોએ જણાવ્યું હતું.