એક વર્ષમાં બીજી વખત અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા ગણેશ મેરેડિયનમાં આગ લાગવાની ઘટના બની છે. રવિવારની રજામાં ઓફિસો બંધ હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. આગની ઘટનાને લઈ ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ગણેશ મેરેડિયનના સી બ્લોકના 8માં માળે આગ લાગી છે.
ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સી બ્લોકના આઠમાં માળે ભયંકર આગ લાગી છે. આ બિલ્ડિંગના નવમાં માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી છે.
અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગને પગલે 15 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મળતી જાણકારી અનુસાર શહેરના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની 15 ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
બાલાસિનોરમાં મોબાઇલમાં બ્લાસ્ટ
મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનામાં કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરને ગંભીર ઈજા થઈ છે. બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યોછે. મોબાઈલ ચાર્જિંગ માં રાખી ગેમ રમવા કે વાત કરનારા લોકો માટે અને બેદરકારી દાખવાનાર વાલીઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે.
બાલાસિનોરના ભમરીયા ગામની ઘટનામાં મોબાઈલ ચાર્જિંગ ચાલુ રાખી ગેમ રમતા સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગેમ રમતા કિશોરના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને બાયડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.